Home National વિશ્વભરમાં નાતાલની ધામધૂમથી ઉજવણી

વિશ્વભરમાં નાતાલની ધામધૂમથી ઉજવણી

0
વિશ્વભરમાં નાતાલની ધામધૂમથી ઉજવણી

આજે વિશ્વભરમાં નાતાલ (Christmas) ના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શાંતિ અને પ્રેમનો સંદેશ ફેલાવતા આ તહેવારને લઈને ખ્રિસ્તી સમુદાય સહિત તમામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં લોકો વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ તહેવાર નિમિત્તે લોકોએ પોતાના ઘરોને સુંદર ક્રિસમસ ટ્રી, રંગબેરંગી રોશની અને સ્ટાર્સથી શણગાર્યા છે. બાળકોમાં સાન્તાક્લોઝ તરફથી મળતી ભેટોનો ભારે આનંદ જોવા મળી રહ્યો છે. લોકો એકબીજાને કેક અને મીઠાઈઓ ખવડાવીને તેમજ ભેટ-સોગાદો આપીને ‘મેરી ક્રિસમસ’ની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.