Home National અમિત શાહનું અમદાવાદમાં સંબોધન: ‘મેડિકલ ક્ષેત્રે IMAનું પ્રદાન અમૂલ્ય’

અમિત શાહનું અમદાવાદમાં સંબોધન: ‘મેડિકલ ક્ષેત્રે IMAનું પ્રદાન અમૂલ્ય’

0
અમિત શાહનું અમદાવાદમાં સંબોધન: ‘મેડિકલ ક્ષેત્રે IMAનું પ્રદાન અમૂલ્ય’

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. અમદાવાદમાં આયોજિત ‘IMA નેટકોન 2025’ (IMA NATCON 2025) ના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે તબીબી ક્ષેત્રે ઈન્ડિયન મેડિકલ એસોશિએશન (IMA) ની ભૂમિકાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, દેશના સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવામાં IMA એ સૌથી વધુ અને પાયાનું યોગદાન આપ્યું છે. શ્રી શાહે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, આયુષ્માન ભારત યોજના દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સારવાર સુલભ બની છે, જેનાથી ભારતીય સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવ્યું છે. તેમણે ડૉક્ટરોને રાષ્ટ્ર નિર્માણના મહત્વના સ્તંભ ગણાવ્યા હતા. પ્રવાસ દરમિયાન અમિત શાહ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિવિધ વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરશે, જેમાં નવી ડ્રેનેજ પાઇપલાઇનનું ઉદ્ઘાટન, એસ.જી. હાઈવે પર પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ. આ ઉપરાંત, તેઓ દિવસ દરમિયાન અન્ય સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે, જે શહેરની માળખાગત સુવિધાઓમાં વધારો કરશે.