Home National કર્ણાટક બસ દુર્ઘટના: ચિત્રદુર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 7 થયો, CM દ્વારા સહાયની જાહેરાત

કર્ણાટક બસ દુર્ઘટના: ચિત્રદુર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 7 થયો, CM દ્વારા સહાયની જાહેરાત

0
કર્ણાટક બસ દુર્ઘટના: ચિત્રદુર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 7 થયો, CM દ્વારા સહાયની જાહેરાત

કર્ણાટકના ચિત્રદુર્ગમાં સર્જાયેલા ભયાનક બસ અકસ્માતમાં આજે વધુ એક મોત નોંધાતા કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. ગઈકાલે બનેલી આ ઘટનામાં આજે સારવાર દરમિયાન બસ ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં એક સ્લીપર કોચ બસ કન્ટેનર ટ્રક સાથે અથડાતા તેમાં આગ લાગી હતી, જેમાં છ મુસાફરો જીવતા ભૂંજાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતદેહોની ચોક્કસ ઓળખ માટે DNA પરીક્ષણ કરવામાં આવશે. આ દુર્ઘટનામાં અન્ય 21 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને પીડિતો માટે સહાય જાહેર કરી છે. મૃતકોના પરિવારજનોને 5 લાખની, જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય અપાશે.