Home National ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ગાંધીનગર પાસે ISIS સાથે સંડોવાયેલા 3 આતંકવાદીઓ ઝડપાયા

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ગાંધીનગર પાસે ISIS સાથે સંડોવાયેલા 3 આતંકવાદીઓ ઝડપાયા

0
ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ગાંધીનગર પાસે ISIS સાથે સંડોવાયેલા 3 આતંકવાદીઓ ઝડપાયા

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ગાંધીનગર નજીક અડાલજ વિસ્તારમાંથી એક મોટી કાર્યવાહી કરીને ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ત્રણેયની સંડોવણી વૈશ્વિક આતંકવાદી સંગઠન ISIS સાથે હતી. ATS દ્વારા ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓ પાસેથી ઘાતક હથિયારોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય રાજ્યમાં કોઈ મોટો હુમલો કરવાનું કાવતરું રચી રહ્યા હતા. આતંકવાદીઓ કોઈ ચોક્કસ સ્થળ કે વ્યક્તિને નિશાન બનાવે તે પહેલાં જ ATSએ તેમની યોજના પર પાણી ફેરવી દીધું છે. હાલમાં, ગુજરાત ATS આ ત્રણેય આતંકવાદીઓની સઘન પૂછપરછ કરી રહી છે. આ પૂછપરછમાં તેમના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંપર્કો અને ભારતમાં તેમની આગળની યોજનાઓ વિશે વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે.