બ્રિસ્બેનના ગાબા ખાતે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ T20 મેચ વરસાદને કારણે રદ થતાં ભારતે 2-1થી શ્રેણી પોતાના નામે કરી. અભિષેક શર્મા ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ બન્યા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 ક્રિકેટ શ્રેણીની રોમાંચક સમાપ્તિ થઈ. આજે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાનારી અંતિમ T20 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવતા, ભારતીય ટીમે પહેલેથી જ મેળવેલી બે જીતના આધારે 2-1થી શ્રેણી પર કબજો જમાવ્યો. ભારતીય ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી. ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 52 રન બનાવ્યા હતા. ઓપનર શુભમન ગિલ 29 રન અને અભિષેક શર્મા 23 રન બનાવીને ક્રિઝ પર હતા.
અભિષેક શર્મા ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’
પ્રભાવશાળી પ્રદર્શન બદલ ભારતીય યુવા ખેલાડી અભિષેક શર્માને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. વરસાદને કારણે મેચનું પરિણામ ન આવવા છતાં ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક શ્રેણી વિજય નોંધાવ્યો.
