ભૂટાનથી PMની ખાતરી: કાવતરાખોરોને ન્યાયના કઠેડામાં લવાશે
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટની ભયાનક ઘટના પર પ્રતિક્રિયા આપતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના થિમ્પુ ખાતેના સંબોધનમાં સ્પષ્ટ કર્યું કે, આ કૃત્ય પાછળના તમામ કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં અને તેમને કાયદા સમક્ષ લાવવામાં આવશે. ભારે હૃદયે ભૂટાનની મુલાકાતે આવેલા શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ગઈકાલે રાતભર તપાસ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે એજન્સીઓ આ ષડયંત્રના મૂળ સુધી જશે.રાષ્ટ્ર અસરગ્રસ્ત પરિવારોની સાથે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે દિલ્હીની ઘટનાથી દરેક વ્યક્તિ ખૂબ વ્યથિત છે અને તેઓ અસરગ્રસ્ત પરિવારોનું દુઃખ સમજે છે. સમગ્ર રાષ્ટ્ર આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભું છે. શ્રી મોદીએ સદીઓથી ભારત અને ભૂટાન વચ્ચેના ઊંડા, સૌહાર્દપૂર્ણ અને સાંસ્કૃતિક સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો હતો.
