Home National ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ: ‘સદૈવ અટલ’ ખાતે મહાનુભાવોએ અર્પી ભાવાંજલિ

ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ: ‘સદૈવ અટલ’ ખાતે મહાનુભાવોએ અર્પી ભાવાંજલિ

0
ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ: ‘સદૈવ અટલ’ ખાતે મહાનુભાવોએ અર્પી ભાવાંજલિ

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતિ છે. આ પ્રસંગે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્થિત તેમની સમાધિ ‘સદૈવ અટલ’ ખાતે ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘સદૈવ અટલ’ પહોંચીને પૂર્વ પ્રધાનમંત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ અટલજીના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરતા તેમને કોટી-કોટી નમન કર્યા હતા. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને સમગ્ર દેશમાં ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જે તેમના આદર્શો અને પારદર્શી વહીવટ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.