Home National ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ વિરોધી પરિષદનું કર્યું ઉદ્ઘાટન: રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘડાશે નવી વ્યૂહરચના

ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ વિરોધી પરિષદનું કર્યું ઉદ્ઘાટન: રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘડાશે નવી વ્યૂહરચના

0
ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ વિરોધી પરિષદનું કર્યું ઉદ્ઘાટન: રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘડાશે નવી વ્યૂહરચના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં બે દિવસીય ‘આતંકવાદ વિરોધી પરિષદ’ (Anti-Terror Conference) નું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદ આતંકવાદ સામે લડવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદના વધતા જોખમો સામે વિવિધ હિતધારકો વચ્ચે સંકલન સાધવાનો છે. આ બેઠકમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં જોડાયેલા લશ્કરી દળો અને સુરક્ષા એજન્સીઓ, ટેકનિકલ અને કાનૂની નિષ્ણાતો, ફોરેન્સિક એક્સપર્ટ્સ તમામ એકત્રિત થઈને આધુનિક જોખમો પર ચર્ચા-વિચારણા કરશે. આ બે દિવસીય પરિષદમાં પરંપરાગત આતંકવાદ ઉપરાંત આધુનિક ટેકનોલોજી આધારિત પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.