Home National રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક દરિયાઈ મુલાકાત: INS કદંબ ખાતે સબમરીન સફર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક દરિયાઈ મુલાકાત: INS કદંબ ખાતે સબમરીન સફર

0
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક દરિયાઈ મુલાકાત: INS કદંબ ખાતે સબમરીન સફર

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તર કર્ણાટકના કારવારમાં સ્થિત INS કદંબ નૌકાદળ મથકની મુલાકાત લઈને એક નવો ઈતિહાસ રચશે. તેઓ ગોવાથી કારવાર પહોંચશે, જ્યાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ૧૯ વર્ષ બાદ પુનરાવર્તનઆ મુલાકાતની સૌથી મોટી વિશેષતા એ છે કે રાષ્ટ્રપતિ કારવાર બંદરથી સબમરીન દ્વારા સમુદ્રની સફર કરશે. અગાઉ ૨૦૦૬માં પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે વિશાખાપટ્ટનમ ખાતે સબમરીનમાં મુસાફરી કરી હતી. આ મુલાકાતને પગલે સુરક્ષાના કારણોસર કારવારથી માજાલી સુધીના ૧૮ કિમીના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારી પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.